ખંભળિયા તાલુકાના દાત્રાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા યુવાન સાથે કોઇ બાબતે બોલાચાલી કરી કોર્ટના પાર્કીંગમાં બે શખ્સોએ લોખંડના પાઈપ વડે પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, ખંભાળિયામાં આવેલી કોર્ટના પાર્કિંગમાં દાત્રાણા ગામના જ પ્રવીણ રણમલ કંડોરીયા (ઉ.વ. 37) અને લાખા રણમલ કંડોરીયા (ઉ.વ. 34) નામના બે શખ્સો દ્વારા તેમને લોખંડના પાઈપ વડે જાહેરમાં મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ પ્રકરણમાં પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી હતી.
આ સાથેના પ્રકરણમાં અન્ય એક આરોપી લાલા રણમલભાઈ કંડોરીયા (ઉ.વ. 26, રહે. દાત્રાણા) ને પોલીસે આ જ સ્થળેથી કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.