જામનગર શહેરના નવાગામ ઘેડમાં રહેતાં યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યાના બનાવમાં પોલીસ ફરિયાદ બાદ હુમલાખોરે ઘવાયેલા યુવાનના ભત્રીજાને ફોન પર ધમકી આપ્યાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં કિરણભાઇ ઉપર ત્રણ વર્ષ પહેલાની જૂની અદાવતનો ખાર રાખી જગદીશ ખીમજી વાઘેલાએ હુમલો કર્યો હતો. જે બનાવમાં કિરણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખી જગદીશ ખીમજી વાઘેલા નામના શખ્સને કિરણભાઈના ભત્રીજા યશ વાઘેલાને ફોન કરીને ‘તારા કિરણકાકાને માર મારી હોસ્પિટલ ભેગો કરી દીધો છે તેવી જ રીતે તને અને તારા ભાઈ તથા પિતા સહિત બધાનો વારો કાઢીશ’ તેમ કહી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવમાં યશ દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને ધમકી
જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર હુમલા બાદ થયેલી પોલીસ ફરિયાદનો ખાર : હુમલાખોરો ઘવાયેલા યુવાનના ભત્રીજાને ધમકાવ્યો