Monday, December 23, 2024
Homeરાજ્યહાલારસીમાણી કાલાવડના યુવાનો પર પાઇપ વડે હુમલો

સીમાણી કાલાવડના યુવાનો પર પાઇપ વડે હુમલો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા રાજભા નવુભા ચુડાસમા નામના 42 વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા મુરૂજી ચુડાસમા, લાલુભા મુરૂજી ચુડાસમા, વીરભદ્રસિંહ મુરૂજી ચુડાસમા અને નરેન્દ્રસિંહ મુરૂજી ચુડાસમા નામના ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી, ફ્રેક્ચર જેવી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી રાજભાની રહેણાંક વાડીની બાજુમાં આરોપીઓ પી.જી.વી.સી.એલ.ના માણસો સાથે વીજપોલનું કામ કરવા માટે આવતા ફરિયાદી રાજભાએ પોતાના વાડીના સેઢે છતાં પોતે અહીં શું કામ આવેલ છે, તેમ કહી અને ગાળો કાઢીને માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular