Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરબિપરજોય વાવાઝોડામાં પડેલા ઝાડને કારણે ઈજાગ્રસ્ત યુવાનનું મોત

બિપરજોય વાવાઝોડામાં પડેલા ઝાડને કારણે ઈજાગ્રસ્ત યુવાનનું મોત

સપ્તાહ પુર્વે ગાગવા ગામમાં ઝાડનું થડ માથે પડતા ગોવાળ યુવાન ઈજાગ્રસ્ત : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના ગાગવા ગામમાં ચામુંડા માતાજીના મંદિર સામે રહેતો યુવાન બિપરજોય વાવાઝોડુ આવ્યાના દિવસે ગાયને નિરણ નાખતો હતો તે દરમિયાન વાવાઝોડાને કારણે વડલાના ઝાડનું થડ યુવાનની માથે પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગાગવા ગામમાં માતાજીના મંદિર સામે રહેતાં ગોવાળ ભીમાભાઈ આલાભાઈ કટારીયા (ઉ.વ.41) નામનો યુવાન ગત તા.15 ના રોજ બપોરના સમયે ગૌશાળાની બાજુમાં તેની ગાયોને નિરણ નાખતો હતો તે દરમિયાન અરબી સમુદ્રમાંથી સર્જાયેલા બિપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદને કારણે ગૌશાળા પાસે આવેલું વડલાના મોટા ઝાડનું થડ નિરણ નાખતા ભીમાભાઈ ઉપર પડતા કમરમાં અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની તથા ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ભીમાભાઈનું ગુરૂવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ બગડા દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular