Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરપેટમાં દુ:ખાવાના કારણે ગેસની તકલીફથી યુવાનનું મોત

પેટમાં દુ:ખાવાના કારણે ગેસની તકલીફથી યુવાનનું મોત

જામનગર શહેર-જિલ્લામાં યુવાનોના વધતા જતા મોતના બનાવ : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ગુજરાતી વાડમાં કાલાવડ ગેઈટ પાસે રહેતાં યુવાનને વહેલીસવારે એકાએક પેટમાં દુ:ખાવો થવાથી ગેસની તકલીફ થતા બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગુજરાતીવાડ વિસ્તારમાં કાલાવડ ગેઈટ પાસેની દિવાનફળીમાં રહેતો અને ખાનગી પેઢીમાં નોકરી કરતો મોહમદ મુસ્તકીમ સલીમભાઈ શેખ (ઉ.વ.29) નામના યુવાનને ગુરૂવારે વહેલીસવારના સમયે પેટમાં દુ:ખાવો થવાથી ગેસની તકલીફ થઈ હતી. જેના કારણે યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું શુક્રવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા સલીમભાઇ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ.ગોગરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular