Wednesday, April 1, 2026
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના થાંભલે ચઢેલા યુવાનનું વીજશોકથી મોત

પીજીવીસીએલના થાંભલે ચઢેલા યુવાનનું વીજશોકથી મોત

જામનગર શહેરના બેડીના ખારી વિસ્તારમાં વીજ થાંભલા ઉપર રીપેરીંગ કરવા ચઢેલા યુવાનને એકાએક વીજશોક લાગતા નીચે પટકાતા મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલા ખારી પ્લોટમાં રહેતો અને ઇલેકટ્રીક કામ કરતો હારૂન સુલેમાન કકકલ નામનો યુવાન (ઉ.વ.47) મંગળવારે બપોરે પાડોશીના ઘરમાં લાઇટ જતી રહેતાં હારૂન પીજીવીસીએલના થાંભલા પર ચઢી રીપેરીંગ કામ કરતો હતો. તે સમયે અચાનક વીજશોક લાગતાં થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ અબ્બાસ દ્વારા જાણ કરાતા હે.કો. એસ. કે. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular