Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા યુવકનું મોત

જામનગર શહેરમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા યુવકનું મોત

ફાયર ટીમ દ્વારા એકનો મૃતદેહ બહાર કઢાયો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરમાં વિશાલ હોટલ પાછળ આવેલા પાણીના ખાડામાં શુક્રવારે બપોરના સમયે યુવક ન્હાવા પડયો હતો. તે દરમિયાન બન્ને પાણીમાં ગરક થઈ જતાં ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વિશાલ હોટલ પાછળ આવેલા લક્ષ્મીનગર પાટાની બાજુના વિસ્તારમાં રહેતા ગઈકાલે બપોરના સમયે તેના ઘર નજીક આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડયા હતાં તે દરમિયાન યુવક પાણીના ખાડામાં ગરક થઈ ગયાની જાણ કરાતા જામનગર મહાનગર પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીમાંથી યુવકને શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરની શોધખોળ બાદ મનિષભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.20) નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનો કબ્જો હેકો એમ.આર.ડાંગર તથા સ્ટાફે સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ મહેશના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular