Tuesday, February 24, 2026
Homeરાજ્યહાલારદ્વારકા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મોત

દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મોત

દ્વારકાથી રાંગાસર જતાં સમયે અકસ્માત : નાગેશ્વર રોડ ઉપર બાઇક પરનો કાબૂ ગૂમાવી દેતાં માથું પથ્થર સાથે અથડાયું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

દ્વારકા તાબેના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભા આલાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાન ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 3445 પર બેસીને દ્વારકાથી રાંગાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે નાગેશ્ર્વર રોડ પર પહોંચતા પૂરઝડપે જઈ રહેલા કાનાભા સુમણીયાએ પોતાના મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે માર્ગ પર રહેલા એક પથ્થર સાથે તેમનું માથું ટકરાયું હતું.

- Advertisement -

આ અકસ્માતમાં માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જેઠાભા માંડણભા સુમણીયાની ફરિયાદ પરથી મૃતક બાઈક ચાલક કાનાભા આલાભા સુમણીયા સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular