ધ્રોલ ગામમાં લતીપર રોડ પર દેવીપૂજક વાસ પાસેના ડાયર્વઝનમાં પસાર થતા યુવાનને બેફીકરાઈથી આવી રહેલા છકડો રીક્ષાના ચાલકે ઠોકર મારી ચગદી નાખી ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં લતીપર રોડ પરના દેવીપૂજક વાસમાં રહેતાં અરવિંદભાઈ ઉર્ફે કાનાભાઈ ભનાભાઈ વાઘેલા (ઉ.વ.35) નામના યુવાન શુક્રવારે સાંજના સમયે ડાયર્વઝન પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન બેફીકરાઇથી આવી રહેલી જીજે-24-યુ-274 નંબરની છકડા રીક્ષાના ચાલકે યુવાનને ઠોકર મારી પછાડી દઇ રીક્ષાનું ટાયર ચડાવી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક રીક્ષા લઇ પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ પ્રવિણ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા રીક્ષાચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.