Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં રાજપાર્ક સોસાયટીમાં રહેતાં યુવાનનું શ્વાસથી તકલીફ થતા સારવાર દરમિયાન મૃત્યુ

શહેરમાં રાજપાર્ક સોસાયટીમાં રહેતાં યુવાનનું શ્વાસથી તકલીફ થતા સારવાર દરમિયાન મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના રાજપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતાં યુવાનને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. શહેરના નાગેશ્વર સિધ્ધાર્થ મંદિરની સામે પ્રૌઢને ચકકર આવતા તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાજપાર્ક સોસાયટી પ્લોટ નં.14/3 રાજુલ કૃપામાં રહેતાં અભિષેક ભગવાનજીભાઇ કુંભારાણા (ઉ.વ.37) નામના યુવાનને તા.25ના રોજ શ્ર્વાસની તકલીફ થતા 108 મારફત શહેરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે ગઈકાલે ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ભગવાનજીભાઇ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના નાગેશ્વર સિધ્ધનાથ મંદિરની સામે રહેતા ધર્મેન્દ્ર મનસુખભાઈ મકવાણા (ઉ..વ.50) નામના પ્રૌઢને તા.24 ના રોજ ચકકર આવતા તબિયત લથડતા 108 મારફતે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન તા.26 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મનસુખભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular