જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો યુવાનનું કોઇ કારણર મોરકંડા ગામ નજીક આવેલી નાગમતિ નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી હુશેની ચોક પાણીના ટાંકા પાસે રહેતો શબીરભાઈ ઈબ્રાહિમભાઈ ખીરા (ઉ.વ.39) નામનો ડ્રાઈવિંગ કરતો યુવાન શુક્રવારે સાંજના સમયે કોઇ કારણસર મોરકંડાધાર પાસે નાગમતિ નદીના ચેકડેમમાં પડી જતાં ડુબી ગયો હતો. આ બનાવ અંગેની જાણ કરાતા જામનગર ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને નદીમાં શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ યુનુશના નિવેદનના આધારે ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.