જામજોધપુર નજીક આવેલા દુરપાસીયારી સીમ વિસ્તારમાં ખેતરમાં જીરાના પાકમાં દવા છાંટતા સમયે દવાની ઝેરી અસર થવાથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધુવાડા ગામનો વતની અને હાલ જામજોધપુર નજીક આવેલી દુરપાસીયારી સીમ વિસ્તારમાં અરવિંદભાઇના ખેતરમાં રહેલા જીરાના પાકમાં દવા છાંટતા ગત્ તા.6 ના રોજ બપોરના સમયે સાગર માધાભાઈ ડાભી (ઉ.વ.21) નામના યુવકને દવાની ઝેરી અસર થવાથી તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે સાંજના સમયે યુવકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા માધાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.