જામનગરના દરેડ એપલ ગેઇટ-2 નજીક લાલપુર ચોકડી તરફ જતાં રોડ ઉપર પ્રણામી વે-બ્રિજની સામેથી પસાર થતાં હિરેન રાજુભાઇ હિંગળા દ્વારા ફરિયાદીના બાઇક સાથે અથડાતાં ફરિયાદી ભરતભાઇ ગોવિંદભાઇ મકવાણા જીજે-10 ડીએમ-3051 નંબરનું મોટરસાયકલ લઇ જઇ રહ્યા હતાં. આ દરમિયાન મોટરસાયકલ સ્લીપ થતાં બાઇકમાં સવાર વિજયભાઇ પીઠાભાઇ રાઠોડ (ઉ.વ.27)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક ભરતભાઇને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસ દ્વારા હિરેન રાજુભાઇ હિંગળા વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.