જામનગર તાલુકાના ખીલોસ ગામની સીમમાં ખેતમજૂરી કરતા યુવકે દવાના છંટકાવ સમયે પાણી સમજી ભુલથી દવા પી લેતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના રણજીતપર ગામમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા રાહુલ રાજેશભાઈ સોલંકી (ઉ.વ.20) નામનો યુવક ગત તા.19 ના રોજ સવારના સમયે ખીલોસ ગામની સીમમાં આવેલા રઘુભાના ખેતરમાં વાવેતરમાં દવાનો છંટકાવ કરતો હતો તે દરમિયાન દવા ભરવા માટે રાખેલા ગ્લાસમાં પાણી સમજીને ભુલથી દવા પી લેતા વિપરીત અસર થવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રાજેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.