Friday, February 6, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત

ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત

ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ મોટરસાયકલ સ્લિપ થઈ જવા પામ્યું હતું. જેથી તનવીર અને અશફાકને ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તનવીરની હાલત નાજુક જણાતા તેને એમ્બ્યુલન્સ મારફતે જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. જ્યાં બુધવાર તા. 4ના રોજ સારવાર દરમિયાન તનવીરનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના પિતા મકબુલભાઈ ઉમરભાઈ ખીરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular