જામનગરમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણના મુદ્દે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા અંબર ચોકડી પાસે ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ મોઢા પર માસ્ક પહેરીને સુત્રોચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અરવલ્લી પર્વતમાળાને તોડવાની મંજૂરી મળવાની શક્યતા સામે ભારે ચિંતા વ્યક્ત કરતાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ સરકારના નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો. અરવલ્લી પર્વતમાળા માત્ર પ્રાકૃતિક વારસો નથી પરંતુ ઓક્સિજન, પાણી અને પર્યાવરણના સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
View this post on Instagram
ધરણા દરમિયાન પર્યાવરણ બચાવો, કુદરત બચાવો અને આવનારી પેઢી માટે અરવલ્લીને સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ લોકો આ મુદ્દે એકજૂટ થઈ પર્યાવરણના રક્ષણ માટે અવાજ ઉઠાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.


