Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના એરફોર્સ-2 ધોબીઘાટ બિલ્ડિંગમાં યુવાનની આત્મહત્યા

જામનગરના એરફોર્સ-2 ધોબીઘાટ બિલ્ડિંગમાં યુવાનની આત્મહત્યા

જામનગર શહેરમાં એરર્ફોસ-2 યુનિટમાં આવેલી ધોબીઘાટ બિલ્ડિંગની છતના પંખામાં દોરી વડે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટના આધારે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા એરર્ફોસ-2 યુનિટમાં લોન્ડ્રીમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.46) નામના યુવાને ગુરૂવારે બપોરના સમયે ધોબીઘાટ બિલ્ડિંગમાં છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર તપાસ હાથ ધરતાં લાકડાના ધોખા પર રાખેલી સુસાઈડ નોટ મળી આવતા કબ્જે કરી હતી તેમજ મૃતકના ભાઈ વકીલ ભરતભાઈ ચૌહાણના નિવેદનના આધારે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular