Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારલાલપુરમાં બંધ મકાનના બાથરૂમમાં યુવકની આત્મહત્યાથી અરેરાટી

લાલપુરમાં બંધ મકાનના બાથરૂમમાં યુવકની આત્મહત્યાથી અરેરાટી

એક સપ્તાહથી ચાલ્યા ગયા બાદ ગુરૂવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો મૃતદેહ સાંપડયો : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર ગામમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતાં યુવકે તેના ઘરે બાથરૂમમાં અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, લાલપુર ગામમાં આવેલા કોળીવાસમાં રહેતાં અજયભાઈ રાજેશભાઇ વરાણીયા (ઉ.વ.20) નામના યુવકે ગોકુલધામ સોસાયાટીમાં આવેલા બંધ મકાનના બાથરૂમમાં ગત તા.31 મે ના બપોરના 12 વાગ્યાથી તા.8 જૂનના બપોર સુધીના સમય દરમિયાન કોઇપણ સમયે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. એક સપ્તાહથી લાપતા થયેલા યુવકની શોધખોળ કરતા પરિવારને બંધ મકાનમાંથી યુવકનો મૃતદેહ સાંપડતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની મૃતકના પિતા રાજેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular