Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવકનો અગમ્યકારણોસર આપઘાત

જામનગરમાં યુવકનો અગમ્યકારણોસર આપઘાત

ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરમાં ચેમ્બર કોલોની નજીક યુવકે અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં વિશાલ હોટલની સામે ચેમ્બર કોલોની અમરનાથ મહાદેવની બાજુમાં રહેતાં પારશભાઈ બૈજુભાઈ કામલે (ઉ.વ.32) નામના યુવાને ગઈકાલે 11 વાગ્યા આસપાસ પોતાના રહેણાંક મકાને ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા આ અંગે મૃતકના માતા માયાબેન દ્વારા પોલીસમાં જાણ કરાતા હેકો એ.એન. નિમાવત સહિતના સ્ટાફે દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular