જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા યુવકે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ભીમવાસ 3 વિસ્તારમાં રામાપીર મંદિર વાળી શેરીમાં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રેમજીભાઈ મગનભાઈ રાઠોડ નામના પ્રૌઢનો પુત્ર આતિશ રાઠોડ (ઉ.વ.22) નામના યુવકે ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ