જામનગર શહેરમાં જકાતનાકા પાસેના વિસ્તારમાં રહેતા અજાણ્યા યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગોકુલનગર પાસે જકાતનાકા નજીક આવેલા વિજયનગર મેઈન રોડ પર દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર્સની બાજુમાં રહેતો છોટુ (ઉ.વ.19) નામના યુવકે ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર આત્મહત્યા કરી હતી. આ અંગેની પ્રભાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન. જે. રાવલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ અને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગે તપાસ આરંભી હતી.