દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ગોવિંદભાઈ ચાનપા નામના 20 વર્ષના યુવાને આ જ વિસ્તારમાં રહેતા પ્રવીણ દેશાભાઈ ઘવડને તેના રિક્ષામાં ટેપ ધીમું વગાડવાનું કહેતા આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા પ્રવીણ દેશાભાઈ સાથે મિહિર પ્રવીણભાઈ, વિશાલ પ્રવીણભાઈ અને દિવ્યાબેન પ્રવીણભાઈ ઘવડ દ્વારા લાકડી વડે હુમલો કરી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સામા પક્ષે મિહિર પ્રવીણભાઈ ઘવડ દ્વારા વિપુલ ગોવિંદભાઈ ચાનપા, ગોવિંદભાઈ હીરાભાઈ ચાનપા, મુકેશ ગોવિંદભાઈ ચાનપા અને રમેશ હીરાભાઈ ચાનપા સામે ફરિયાદી મીહિરભાઈ તથા તેમના પિતાને બિભત્સ ગાળો કાઢી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.