Monday, December 23, 2024
Homeમનોરંજનતમારી ફેવરીટ સીરીયલોનું શુટિંગ થઇ રહ્યું છે ગુજરાતની આ જગ્યાઓ પર

તમારી ફેવરીટ સીરીયલોનું શુટિંગ થઇ રહ્યું છે ગુજરાતની આ જગ્યાઓ પર

“તારક મહેતા” સહીત “યે રિશ્તા”ના કલાકારો ગુજરાતમાં

- Advertisement -

કોરોનાની બીજી લહેર આટલી ઘાતક હશે, તેવું કોઈએ પણ વિચાર્યું નહોતું. બીજી લહેરમાં અચાનક જ કેસોમાં વધારો થવા લાગ્યો હતો. આ જ કારણથી મહારાષ્ટ્ર સરકારે 15 એપ્રિલે રાજ્યમાં લૉકડાઉન જાહેર કર્યું હતું, આ જ કારણે ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ટીવીના શૂટિંગ બંધ કરવામાં આવ્યા, તે સામે અનેક ટીવી પ્રોડ્યૂસર્સને વાંધો હતો. ટીવી રોજે રોજ નવું કન્ટેન્ટ આપે છે. આ જ કારણે ચેનલે પોતાના શોને મહારાષ્ટ્ર બહાર ઓછા ક્રૂ મેમ્બર્સ તથા કલાકારો સાથે શૂટિંગ કરવાનું કહ્યું હતું.

- Advertisement -

ગુજરાતમાં પણ અમુક ટીવી સીરીયલોના શુટિંગ થઇ રહ્યા છે જેમાં સબ ટીવીની  “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”નું શુટિંગ વાપી નજીકના રિસોર્ટમાં થઇ રહ્યું છે. આ સિવાય “વાગલે કી દુનિયા”નું શુટિંગ સેલવાસ પાસે આવેલ રિસોર્ટમાં થઇ રહ્યું છે. તો રંગીલા રાજકોટમાં “તેરા યાર હું મેં” નું શુટિંગ થઇ રહ્યું છે.

- Advertisement -

આ સિવાય પણ સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સીરીયલ “અનુપમા” તથા “યે રિશ્તા ક્યા કહેલાતા હે”નું શુટિંગ પણ ગુજરાત માં સેલવાસ પાસેના રિસોર્ટમાં થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પરિણામે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય પણ સાથ નિભાના સાથીયા, અહલ્યાબાઈ, ઇન્ડીયન આઈડલ, કયો રિશ્તો મે કટ્ટી બટ્ટી, કાંટેલાલ એન્ડ સન્સ, મેરે સાઇ અને પ્રતિજ્ઞા સીરીયલોનું શુટિંગ પણ ગુજરાતમાં થઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular