જામનગર શહેરના નવાગામ ઘેડ ખડખડ નગરમાં રહેતી તરૂણીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા નવાગામ ઘેડ ખડખડ નગર વિસ્તારમાં રહેતી પારૂ રણજીતભાઇ ગોહિલ (ઉ.વ.17) નામની અભ્યાસ કરતી તરૂણીએ શનિવારે વહેલી સવારના સમયે તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તરૂણીની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની માતા સવિતાબેન દ્વારા જાણ કરતાં હેકો. એમ.પી.ગોરાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ આરંભી હતી.