Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ખંભાળિયાના પોશ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના પોશ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં પાંજરાપોળની સામે રહેતા વિમલભાઈ કિશોરભાઈ જાની (ઉ.વ. 39) નામના યુવાનની તબિયત નાદુરસ્ત હોય, મંગળવારે તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાં સીડી ચડતી વખતે તેઓ એકાએક તેઓ ફસડાઈ પડતા તેમને ઇમરજન્સીમાં સારવારઅર્થે દાખલ કરાયા હતા. અહીં તેમને જીવલેણ સ્ટ્રોક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવે મૃતકના પરિવારજનો સાથે રામનાથ સોસાયટી વિસ્તાર અને બ્રહ્મ સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular