આજે વહેલી સવારે પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા આવેલો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જશાપર ગામના જોગલ પરિવારના યુવાનો દ્વારકા દર્શન કરી સામે કાંઠે આવેલ સમુદ્ર કિનારે નાહવા પડેલા જેમાં ચારમાંથી એક યુવાન ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા દ્વારકા પોલીસ, હોમગાર્ડ, દ્વારકા ફાયર અને સ્થાનિક તરવયાઓ દોડી આવ્યા હતા. શોધખોળ હાથ ધરવામાં આવી હતી.