Sunday, December 22, 2024
Homeરાજ્યધ્રોલના રાજપરમાં વીજશોકથી યુવાનનું મોત

ધ્રોલના રાજપરમાં વીજશોકથી યુવાનનું મોત

જામનગરમાં શ્વાસની તકલીફથી પ્રૌઢનું મૃત્યુ: જામનગરમાં તબિયત લથડતા પ્રૌઢનું મોત

- Advertisement -

ધ્રોલ તાલુકાના રાજપર ગામમાં રહેતો ભરવાડ યુવાન ઈલેકટ્રીકનો પંખો રિપેર કરતો હતો તે દરમિયાન વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢને શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલમાં ખસેડવાતા આવતા જ્યાં તેમનું નિપજ્યું હતું. જામનગર શહેરમાં સુભાષ માર્કેટ વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના રાજપર ગામમાં રહેતા અને નોકરી કરતા સીંધાભાઈ કરશનભાઈ ટોરિયા (ઉ.વ.38) નામનો યુવાન શનિવારે તેના ઘરે ઈલેકટ્રીક પંખો રીપેર કરતો હતો. તે દરમિયાન વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દેવાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં રહેતા બાબુભાઈ દેવશીભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના પ્રૌઢને છેલ્લાં એક સપ્તાહથી શ્વાસની તકલીફ હોવાથી અહીંની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતકની પુત્રી કમલાબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરના સુભાષ માર્કેટ પાસેના દાવલશા ફળીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.58) નામના પ્રૌઢ ત્રણ માસ અગાઉ ઘર પાસે પડી ગયા હતાં જેના કારણે પગમાં પ્લેટ આવી હતી અને તેમની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન શનિવારે રાત્રિના પ્રૌઢને તબીયત લથડતા જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતકના પુત્ર અનિલભાઈના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular