Friday, February 20, 2026
Homeરાજ્યહાલારયુવાનનું ગેસની તકલીફ બાદ સારવારમાં મોત

યુવાનનું ગેસની તકલીફ બાદ સારવારમાં મોત

ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતાં યુવાનનું તા. 13ના રોજ પેટમાં ગેસની તકલીફ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા કરમણભા આલાભા માણેક નામના 29 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે પેટમાં ગેસ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા આલાભા બાલુભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular