ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં અને ખેતી કરતો યુવાન શુક્રવારે બપોરના સમયે ખેતરમાં આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડી લાઈટ ચેક કરવા જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં દિલીપભાઈ અમરશીભાઈ કગથરા (ઉ.વ.45) નામના યુવાન શુક્રવારે બપોરના સમયે તેના ખેતરે હતો તે દરમિયાન ટ્રાન્સફોર્મરમાં ચડીને લાઈટ ચેક કરવા ગયો ત્યારે અચાનક ટીસીમાંથી વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને ટીસી પરથી ઉતારીને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ધર્મેન્દ્રભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એચ બી સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.