ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા હિતેષભાઈ પ્રાગજીભાઈ વાઢેર નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ઓખા-દ્વારકા હાઈ-વે રોડ પર જી.આઈ.ડી.સી. પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એસ. 0670 નંબરના સિમેન્ટ કોંક્રેટ મિક્સર વાહનના ચાલક આશિષ રમણભાઈ રોઝ નામના 22 વર્ષના યુવાને હિતેશભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવવા અંગે રવજીભાઈ હરજીભાઈ વાઢેરની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આશિષ રમણભાઈ રોઝ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.