જામનગરના નાગનાથ ગેઈટ પાસેના વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં માનિસિક બીમાર વૃધ્ધ તેના ઘરે બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ નજીકના વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા ઈમ્તિયાઝ હુશેનભાઈ સમા (ઉ.વ.35) નામના યુવાને રવિવારે વહેલીસવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.9 અને રોડ નં.4 માં રહેતા જયેન્દ્રભાઈ બાબુભાઈ આસોડિયા (ઉ.વ.65) નામના વૃધ્ધને છેલ્લાં 35 વર્ષથી માનસિક બીમારી હતી અને તે દરમિયાન રવિવારે બપોરના સમયે તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની ભાવેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. અંબલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.