જામનગરના ગાંધીનગર પાછળ આવેલા પુનિતનગરમાં રહેતા યુવકે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
જામનગરના ગાંધીનગર પાછળ આવેલા પુનિતનગર શેરી નં.2 મા રહેતા યુવરાજસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.18) નામના યુવકે મંગળવારે સાંજના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કૃષ્ણસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હે.કો. એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.