Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા

મધ્યરાત્રિના સમયે તેના ઘરે જિંદગી ટૂંકાવી : 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા તપાસ

જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ પાછળ જયંત સોસાયટીમાં રહેતા અને અખબાર સાથે જોડાયેલા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાછળ આવેલી જયંત સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શિયાણી નામના યુવાને રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાંથી યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હોસ્પિટલ ખાતે પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular