જામનગર તાલુકાના દરેડ ઔદ્યોગિક વસાહતમાં મજૂરીકામ કરતા યુવાને ચોકીદારની ફરજમાં રાત્રિના સમયે નોકરી કરવી ન ગમતી હોવાથી તેના ઘરે જિંદગી થી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, દરેડ જીઆઈડીસી ફેસ-3 મા આવેલા એકસ્ટુઝન પ્લાન્ટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાનને તેની ફરજની અવેજીમાં વારતહેવાર રાત્રિના સમયે નોકરી કરવાની ફરજમાં જવાનું હોય જે બાબતે રકઝક થવાથી આ નોકરી કરવાનું ગમતુ ન હોવાથી માઠુ લાગી આવતા કેશુ ગોવિંદભાઈ ખરા (ઉ.વ.21) નામના શ્રમિક યુવાને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણના આધારે 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરંતુ યુવાનનું મોત નિપજ્યું હોવાથી આ અંગેની જાણ કરતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના પિતા ગોવિંદભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.