જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર લૂડો ગેમમાં હારી જતાં મજાક મશ્કરી કરવા મામલે ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા સુનિલ કરશન ભાટીયા નામના યુવાન અને નાગરાજ સોમા અગરવચ્છા બન્ને મિત્રો હતાં અને પાનની દુકાને લૂડો ગેમ રમતા હતાં તે દરમિયાનમાં નાગરાજ હારી જતા સુનિલ સહિતના લોકો એક બીજાની મશ્કરી કરતાં હતા તે બાબતે ઉશ્કેરાઈને નાગરાજ, તોગળશી, ભોનરાજ ઉર્ફે ભોલો નામના ત્રણ શખ્સોએ સુનિલ ઉપર છરી વડે અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.એસ. સિસોદીયા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત સુનિલના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં લૂડો ગેમમાં હાર મામલે યુવાન ઉપર હુમલો
ત્રણ શખ્સો દ્વારા છરી-ધોકા વડે માર માર્યો : પતાવી દેવાની ધમકી આપી