જામનગર શહેરના સાંઢીયા પુલ પાસે આવેલી સોસાયટીમાં ઉછીના આપેલા રૂપિયાની માગણી કરવા જતાં યુવાન ઉપર બે શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સામાપક્ષે બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યાની સામસામી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના સાંઢીયા પુલ પાછળ આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા રાજુ ઉર્ફે વિજય ગોવિંદ ઓડીચ નામના યુવાનના ભાઈએ મેહુલ પરમારને ત્રીસ હજાર ઉછીના આપ્યા હતાં. જે રકમની રાજુ તથા અજય નામના બન્ને ભાઈઓ રૂપિયાની માગણી કરતા મેહુલે મારી પાસે રૂપિયા છે નહીં અને થાશે ત્યારે આપીશ આ બાબતે બોલાચાલી થતા મેહુલ કિશોર પરમાર અને કપિલ કિશોર પરમાર નામના બે ભાઈઓએ રાજુ અને અજય નામના બે ભાઈઓ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
જ્યારે સામાપક્ષે રાજુ અને અજયએ મેહુલ ઉપર લાકડાના ધોકા વડે માર માર્યો હતો. સામસામા કરાયેલા હુમલા અંગેની જાણ કરાતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે રાજુ અને મેહુલની સામ સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં ઉછીના પૈસાની ઉઘરાણી મામલે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
બન્ને પક્ષ દ્વારા સામસામા હુમલા : ચાર વ્યક્તિ ઘવાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી