Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ચેલા ગામ નજીક બાઈક સ્લીપ થતા શ્રમિક યુવાનનું મોત

જામનગરના ચેલા ગામ નજીક બાઈક સ્લીપ થતા શ્રમિક યુવાનનું મોત

10 દિવસ પૂર્વે સવારના સમયે બાઈક સ્લીપ થયું : શરીરે તથા માથામાં ગંભીર ઈજા : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના ચેલા ગામના પાટીયા નજીક જીઈબ સબ સ્ટેશન પાસેથી પસાર થતા બાઈકસવારે કાબુ ગુમાવતા સ્લીપ થતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો તથા મજૂરી કામ કરતો કૈલાશભાઈ બ્રિજમોહનભાઈ નિશાદ (ઉ.વ.50) નામનો આધેડ ગત તા.3 ના રોજ સવારના સમયે તેના જીજે-10-બીઈ-0524 નંબરના બાઈક પર ચેલા ગામના પાટીયાથી જીઈબી સબ સ્ટેશન પાસે પસાર થતા સમયે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ગોવિંદ બાકેલાલ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular