Sunday, December 22, 2024
Homeમનોરંજનનાગિનના અવતારમાં રાખી સાવંતનો આ રમુજી વિડીયો જોઈને હસવાનું રોકી નહી શકો

નાગિનના અવતારમાં રાખી સાવંતનો આ રમુજી વિડીયો જોઈને હસવાનું રોકી નહી શકો

- Advertisement -

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશા કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. બીગબોસ સીઝન-14માં પણ તેણે દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં અગ્રેસર રહી હતી. ત્યારે આજે તેણીએ એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં શ્રીદેવીના અવતારમાં તે નાગિન બની છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને તમે હસવાનું રોકી નહી શકો.

- Advertisement -

બીગબોસની બહાર પણ રાખી સાવંતનું મનોરંજન ચાલુ છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર આજે એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો નાગિન અવતાર લીધો છે. વીડિયોમાં રાખી મે તેરી દુશ્મન….ગીત પર નાચતી જોવા મળે છે. આ એક મોર્ફ્ડ વીડિયો છે. જેમાં ઓરિજિનલ ગીતમાં શ્રીદેવીની જગ્યાએ રાખીએ ફક્ત પોતાનો ચહેરો જ લગાવ્યો છે. બાકી બધું એમનું એમ જ છે. આ વીડિયોમાં રાખીનો આ અંદાજ જોઈને લોકો પોતાના હાસ્ય પર કાબૂ રાખી શકતા નથી.

આ વિડીઓ પોસ્ટ કર્યા બાદ રાખી સાવંતે કેપ્શનમાં લખ્યું છે કે શ્રીદેવી તેમની પસંદગીની અભિનેત્રી છે. જો કે તેણે અહીં  ફિલ્મનું નામ નાગિન લખ્યું છે. જ્યારે આ ગીત ફિલ્મ નગિનાનું છે. રાખીએ લખ્યું કે મને શ્રીદેવીથી પ્રેમ છે. ફિલ્મ નાગિન મારી પસંદગીની ફિલ્મોમાંથી એક છે. જો આ ફિલ્મ ફરીથી બને તો તેમાં ફરીથી કોને કાસ્ટ કરવા જોઈએ. તમારી પસંદ કોમેન્ટમાં જણાવો. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular