Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરકોરોના મુક્તિ માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા યજ્ઞ યોજાયો

કોરોના મુક્તિ માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા યજ્ઞ યોજાયો

- Advertisement -

કોરોના રોગના નિવારણના પ્રયાસરૂપે તેમજ વાતાવરણ શુધ્ધિ માટે જામનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શન હેઠળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જડ્ડીબુટીઓમાંથી બનાવેલ હવન સામગ્રી, ગાયના છાણા તથા ગાયનું ઘી વગેરે સામગ્રીનો ઉપયોગ કરી જામનગરમાં યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ઊંટગાડી મારફત યજ્ઞ યોજાયો હતો. આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી આ યજ્ઞ યોજાયો હતો. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પ્રવિણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ યજ્ઞની યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આ યજ્ઞની યાત્રાએ પરિભ્રમણ કર્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular