જામનગરના નવાનાગનામાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12350 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નવાનાગના ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે બેડી મરીન પોલીસે રેઈડ દરમિયાન મનસુખ બેચર રાઠોડ નામના શખ્સને રૂા.12350 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા નિલેશ ભાણજી નકુમ નામનો શખ્સ નાશી ગયો હોવાનું જણાતા પોલીસે તેની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના નવાનાગનામાંથી વર્લીબાજ ઝડપાયો
રૂા.12,350 ની રોકડ રકમ અને વર્લીનું સાહિત્ય કબ્જે : એક શખ્સની શોધખોળ