જામનગરમાં શંકરટેકરીમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1160 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગરમાં શંકરટેકરીમાં અકબરશા દરગાહ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હનીફ મામદભાઈ ખફી નામના શખ્સને રૂા. 1160 ની રોકડ રકમ તેમજ વર્લીના આંકડા લખેલી સ્લિપ સાથે ઝડપી લીધો હતો. અને સરફરાઝ ઉર્ફે પપ્પુ હશનભાઈ સેતા કપાતલેતો હોય તેની શોધખોળ હાથ ધરી હતી.