Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત વિધાનસભાની કાર્યશાળા, ધારાસભ્યોને અપાશે તાલીમ

ગુજરાત વિધાનસભાની કાર્યશાળા, ધારાસભ્યોને અપાશે તાલીમ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કર્યુ ઉદ્ઘાટન : 10થી વધુ વિષયો પર બે દિવસ તાલીમ આપવામાં આવશે

- Advertisement -

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આજથી બે દિવસીય પ્રશિક્ષિણ વર્ગ રાખવામાં આવ્યા છે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કાર્યશાળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યપાલ દ્વારા કાર્યશાળાનું સમાપન કરવામાં આવશે. આ શિબિરમાં પૂર્વ સીએમ અને નાયબ સીએમ સહિત લોકસભાના સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શિબિરમાં ધારાસભ્યોને અલગ અલગ 10 મુદ્દાઓને લઈને તાલિમ અપાશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. 15 અને 16મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ સંસદીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અતિથી વિશેષ પદે યોજાઈ રહી છે. ઓમ બિરલાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. સામર્થ્યની ધરતી છે. ગુજરાતનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે.

- Advertisement -

આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં 10થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, જી-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular