Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં ટનાટન કામ કરી રહી છે બંને વેકિસન

ભારતમાં ટનાટન કામ કરી રહી છે બંને વેકિસન

કોવાકસિનમાં 0.04 ટકા અને કોવિશિલ્ડમાં 0.02 ટકા રસી લેનાર પોઝિટીવ

- Advertisement -

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું ટ્રીપલ મ્યુટેશન શરૂ થઇ ગયું છે. અને દરરોજ લાખોની સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. અને અસંખ્ય લોકોના દરરોજ આ મહામારીથી મોત પણ નિપજે છે. આ મહામારીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ માસમાં કોરોનાનું ટ્રિપલ મ્યુટેશન થઇ રહ્યું હોય તેવા એધાણ દેખાઇ રહ્યા છે. કોરોના ઉપર કાબુ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બે કંપનીઓની વેકિસન આપવામાં આવી રહી છે. આ બે વેકિસનમાં એક કોવાકસિન અને કોવિશિલ્ડ રસી હાલ 45 વર્ષથી વધુ ઉમરના લોકોને આપવામાં આવી રહી છે. પરંતુ આ મહામારી સામે રક્ષણ મેળવવામાં અકસીર એવી કોરોના રસી લેવામાં લોકો હજી જાગૃતતા દાખવતા નથી. વડાપ્રધાન દ્વારા રસીકરણને ઝડપી બનાવવા હાલમાં જ અપીલ કરવામાં આવી હતી. ભારતમાં બનેલી કોવાકસિન 20 એપ્રિલ સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકોને આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ લેનાર 93,56,436 પૈકીના માત્ર 4,208 એટલે કે 0.04 ટકા પોઝિટીવ થયા હતા. બીજો ડોઝ લેનાર 17,37,178 માંથી 695 લોકો એટલે કે 0.04 પોઝિટીવ થયા છે. અને કોવિશિલ્ડ વેકિસનમાં પ્રથમ ડોઝ લેનાર 10,03,02,745 પૈકીના 17,145ને એટલે કે 0.02 ટકા લોકો પોઝિટીવ થયા હતા. અને બીજો ડોઝ લેનાર 1,57,32,754 લોકો પૈકીના 5014 એટલે કે 0.03 ટકા લોકોને જ કોરોના પોઝિટીવ થયો હતો. આ આંકડાઓ ડો.આનંદ રંગનાથને ટિવટર પર જાહેર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular