આજથી મહિલા ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આજે પ્રથમ દિવસે યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા સાથે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે રમાશે. ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ વર્લ્ડ કપમાં 17 દિવસ સુધી ચાલશે જેમાં કુલ 23 મેચ રમાશે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. આ વર્લ્ડ કપમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. બંને ગ્રુપમાં 5-5 ટીમો રાખવામાં આવી છે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપમાં ટોચની બે ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ મળશે. ભારત આ વર્લ્ડ કપમાં તેની શરુઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરશે. આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે.