Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરવાલસુરા દ્વારા મહિલા સશકિતકરણના ઉદેશ સાથે ‘વુમન્સ કાર રેલી’

વાલસુરા દ્વારા મહિલા સશકિતકરણના ઉદેશ સાથે ‘વુમન્સ કાર રેલી’

- Advertisement -

આઇએનએસ વાલસુરા દ્વારા વુમન્સ કાર રેલી યોજાઇ હતી. એનડબલ્યુડબલ્યુએ દ્વારા પ્રેરિત મહિલા સશકિતકરણના ઉદેશ સાથે યોજાયેલી આ રેલીમાં અગ્નિપથ, બે્રસ્ટ કેન્સર, સ્વચ્છ ભારત, વૃક્ષારોપણની જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. જામનગર જિલ્લાની નાની ખાવડી અને મોટી ખાવડીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત સરકારી શાળાની મુલાકાત લઇને સ્ત્રી સશકિતકરણ અંગે નાટકના માધ્યમ દ્વારા બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા. તથા સાંજે તળાવની પાળે સમાપન સમારોહમાં મેયર બિનાબેન કોઠારી તેમજ ધારાસભ્ય રીવાબાની ઉપસ્થિતિમાં ગૃહઉદ્યોગ ચલાવનારી બહેનોનું સન્માન કરાયું હતું.

- Advertisement -

આઇએનએસ વાલસુરા ખાતેથી એનડબલ્યુડબલ્યુએ દ્વારા પ્રેરિત વુમન્સ કાર રેલી યોજાઇ હતી. આ કાર રેલીમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ મહિલાઓને આત્મનિર્ભર બનીને રાષ્ટ્રની સેવા સાથે જોડાવાની પ્રેરણા આપી હતી. તેમજ ઝંડી ફરકાવીને કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની બહેનોને માસિકધર્મ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીને તે દિવસો દરમ્યાન થતી મુંઝવણો અંગે માહિતી આપી અને સ્ત્રીઓમાં અત્યારના સમયમાં બહુ જોવા મળતા બ્રેસ્ટ કેન્સર અંગે અને તેના લક્ષણો અંગે માહિતી આપી હતી. તેમજ આ તકે ઇન્ડીયન નેવી, આર્મી તેમજ એરફોર્સમાં જોડાવા ઇચ્છુક ભાઇ-બહેનોએ અગ્નિવીરની સ્કીમ અંગે માહિતી આપીને કઇ રીતે જોડાઇ શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ અંગે લોકજાગૃતિ ફેલાવી હતી.

શાળાના બાળકો અને બહેનો સાથે સમય ગાળીને તેમને ગીફટસ અને શાળાાન સંચાલકોને સન્માનિત કરીને મહિલાઓ દ્વારા Women’s freedom is a sign of social freedom નો મેસેજ લઇને આ કાર રેલી જામનગર વાલસુરા ખાતે પરત ફરી હતી. આ ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનાવું જોઇએ. તેવા ઉદેશથી જે મહિલાઓએ ઘરે બેઠાં નાના-મોટા ઉદ્યોગો ચલાવે છે તેમને પ્રેરણા આપવા અને તેમનો આ સાહસિક વૃત્તિને બિરદાવવા માટે તળાવની પાળ ખાતે એક કાર્યક્રમ પણ યોજયો હતો.

- Advertisement -

આ કાર્યક્રમમાં આઇએનએસ વાલસુરા અને તેના કાર્યો અંગે માહિતી આપતું એક સુંદર પ્રોજેકટ મુવી લોકોને બતાવવામાં આવ્યું હતું. તેમજ એનડબલ્યુડબલ્યુએ દ્વારા કંઇ-કંઇ પ્રવૃત્તિઓ કરીને મહિલા સશકિતરણ કરવામાં આવે છે તે અંગે માહિતી દર્શાવી હતી જેમાં ટયુશન કલાસ, જુમ્બા કલાસ, સિલાઇ કામ, બાળકો માટે ડાન્સ કલાસ, પાર્લરના કલાસ વગેરે દ્વારા મહિલાઓ પોતાના પગભર થાય તેવા હેતુ દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં એ છે. સમાજના ઉધાર માટે હંમેશા તૈયાર છે. એનડબલ્યુડબલ્યુ તે અંગે માહિતી પુરી પાડી હતી.

સાથે-સાથે આ કાર્યક્રમમાં મહિલાઓ અને કિશોરીઓ દ્વારા કલા પ્રદર્શન કરતી વિવિધ કૃતિઓ જેમ કે, ગીત પરફોર્મન્સ, ગરબા પરર્ફોમન્સ, તલવાર રાસ પરફોર્મન્સ વગેરે કરવામાં આવ્યું હતું તેમજ જામનગર તાલુકાના બહેનો કે, જેમને પોતાના પગભર થઇને નાના-મોટા ઉદ્યોગો શરૂ કર્યા છે તેમને પ્રેરણા આપવા માટે સન્માનિત કરાયા હતા. જેમાં સ્વાદ ફુડ, સહયોગ ફુડસ, સન્નારી સજીલી સજાવટ, બેનબા વગેરે સંસ્થાઓાન સંચાલિકાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જામનગરના પ્રથમ મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, રિલાયન્સ સીએસઆર ટીમના મનોજભાઇ અંતાણી, કુંજલ રાવલ તેમજ કમાન્ડર જે.એસ. ધનોવા, કમાન્ડીંગ ઓફિસર આઇએનએસ વાલસુરા ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular