જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં ઘઉંના પાકમાં ખાતર નાખતા સમયે એકાએક માથાનો દુ:ખાવો થતા ખાલી ચડી જતા આંંચકી આવવાથી માથાની નસ ફાટી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા ભાવિશાબેન હિતેશ કાછડિયા (ઉ.વ.34) નામની મહિલા ગત તા.9 ના રોજ સવારના સમયે તેના ખેતરમાં વાવેલા ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતા હતાં તે દરમિયાન એકાએકા માથાનો દુ:ખાવો અને જમણા પગમાં ખાલી ચડી જતા સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીને સારવાર દરમિયાન અચાનક આંચકી આવતા મગજની નસ ફાટી જવાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ હિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.