કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામમાં રહેતી મહિલા તેણીના ખેતર નજીક આવેલા તલાવડીમાં પાણી પીવા ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામે રહેતા મનિષાબેન અરશીભાઈ ભાટિયા નામના 27 વર્ષના મહિલા ગત તા.25 મી ના રોજ તેમના ખેતરે કામ કરવા ગયા હતા. ત્યારે અહીં આવેલી ખેત તલાવડીમાં પાણી પીવા કે હાથ ધોવા જતી વખતે અકસ્માતે તેણીનો પગ લપસી જવાથી તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પતિ અરશીભાઈ દાનાભાઈ ભાટીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.