લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા મહિલાને આંચકીની બિમારી હતી અને મહિલા નદીએ કપડાં ધોવા સમયે આંચકી ઉપડતાં પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજયું હતું.
બનાવ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં જેઠાભાઇ પાંચાભાઇ ધ્રાંગિયા નામના યુવાનની પત્નિી રૂડીબેન ધ્રાંગિયા ઉ.વર્ષ 33 નામની મહિલા શનિવારે બપોરના સમયે ગામની નદીએ કપડાં ધોવા ગઇ હતી તેદરમ્યાન તેને જૂની આંચકીની બિમારી હોવાથી કપડાં ધોતા સમયે અચાનક આંચકી ઉપડતાં પાણીમાં પડી જતા ડૂબી ગઇ હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિક લોકોએ મહિલાને બહાર કાઢી હતી. ત્યાં તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે જેઠાભાઇ દદ્વારા કરાતાં હે.કો. એન.પી. વસરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમા માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.