Sunday, December 22, 2024
Homeરાજ્યમસીતિયામાં અનિંદ્રાને કારણે મહિલાનો આપઘાત

મસીતિયામાં અનિંદ્રાને કારણે મહિલાનો આપઘાત

રવિવારે મધ્યરાત્રિના તેણીના ઘરે દવા ગટગટાવી: સારવાર દરમ્યાન મોત: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના મસીતિયાની શાળા પાસેના વાડી-વિસ્તારમાં રહેતી મહિલાને છેલ્લા ચારેક માસથી થયેલ માનસિક બિમારીના કારણે ઉંઘ ન આવતી હોવાથી જીંદગીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

- Advertisement -

જામનગર તાલુકાના મસીતિયા ગામમાં આવેલી શાળાની બાજુમાં વાડી-વિસ્તારમાં રહેતા શકીનાબેન હનીફ ખફી (ઉ.વ.40) નામની ઘરકામ કરતી મહિલાને છેલ્લા ચારેક માસથી માનસિક બિમાર જેવા રહેતા હતાં અને આ દરમ્યાન અમુક સમયે ઉંઘ આવતી ન હોય, તેથી જીંદગીથી કંટાળી રવિવારે મધ્યરાત્રિના સમયે તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતના પ્રયાસ કરતા સારવાર માટે મહિલાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રફીકના નિવેદનના આધારે હે.કો. એ.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular