જામજોધપુરમાં રહેતાં મહિલાને દોઢેક વર્ષથી થયેલી સાંધાના દુ:ખાવાની બિમારીથી કંટાળીને ઘરે ઘઉંમાં નાખવાનો પાઉડર પી લેતાં મોત નિપજયું હતું.

આ બનાવની મળતી વિગત મુજબ જામજોધપુર ગામમાં વાળંદની વાવ પાસે રહેતાં જાગૃતિબેન જયેશભાઇ સવજિયાણી (ઉ.વ. 48) નામના મહિલાને દોઢેક વર્ષથી સાંધાના દુ:ખાવા (આર્થાઇટિક)ની બિમારી હોય જેની સારવાર ચાલુ હોય પરંતુ તેમાં કોઇ સુધારો થતાં દુ:ખાવાથી કંટાળી જઇ ગુરૂવારે બપોરના સમયે તેના ઘરેમાં પડેલો ઘઉંમાં નાખવાનો પાઉડર પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ જયેશભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. આર. કે. કંડોરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


